Main Menu

sknews

 

દાદા જીનામ માસિક (feb 2017)

thumbnail of feb_dada_jinam_2017_

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૮૫ હેકટર વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર

ઉનાળુ પાકના વાવેતરની રાજકોટ વિભાગ સંયુકત ખેતી નિયામકની આંકડાકીય માહિતી મુજબ સરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૬૭૭૭ હેકટર વિસ્તારમાં થયેલ કુલ ઉનાળુ વાવેતરમાં  ઉનાળુ તલનું વાવેતર ૧૧૮૫ હેકટર વિસ્તારમાં થયેલું નોંધાયું છે. આ ઉપરાંત અન્ય પાકોમાં મગફળી ૨૧૪ હેકટર, બાજરી ૪૨૦ હેકટર, મગ ૨૧૦ હેકટર, ડુંગળી ૧૫૫ હેકટર, ગુવાર ૧૭૩ હેકટર, શાકભાજી ૫૫૬ હેકટર જયારે અડદ ૧૫ હેકટરમાં વાવેતર થયેલ છે. કુલ વાવેતર વિસ્તારના ૩૮૪૯ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર થયેલ છે.


કચ્છ- ભૂજ જિલ્લામાં ૨૨૫૫૦ હેકટર વિસ્તારમાં વાવેતર

શીયાળુ પાકની ઉપજ મેળવ્યા બાદ રાજકોટ વિભાગીય વિસ્તારના ખેડૂતો હવે ઉનાળુ પાકના વાવેતરમાં કાર્યરત છે. રાજકોટ વિભાગીય ઉનાળુ પાકના કુલ ૪૮૫૩૫ હેકટર જમીનમાં વાવેતર સામે માત્ર કચ્છ-ભૂજમાં કુલ ૨૨૫૫૦ હેટકર વિસ્તારમાં વાવેતર કરાયું છે. આ વાવેતરમાં મગફળી ૬૫૧૨ હેકટર, બાજરી ૧૨૪૨ હેકટર, મગ ૩૨૧ હેકટર, તલ ૨૬૯ હેકટર, ડુંગળી ૫૯ હેકટર,સકરટેટી ૬૬૭ હેકટર, ગુવાર ૨૭૪ હેકટર, તરબુચ ૧૨૦ હેકટર, શાકભાજી ૨૨૯૬ હેકટર, સુર્યમુખી ૪૯૭ હેકટર, શેરડી ૨૨ હેકટર, દાડમ ૨૯૧ હેકટર, જયારે ઘાંસચારો ૯૯૮૦ હેકટર   એમ કુલ મળી ૨૨૫૫૦ હેકટર ઉનાળુ પાકોનું વાવેતર થયું છે તેમ સંયૂકત ખેતી નિયામક (વિસ્તરણ)Read More


રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ૨૨૧ છાત્રાઓને રાયફલ ચલાવવાની તાલીમ અપાઇ

પોલીસ અને આમજનતા વચ્ચે પરસ્પર સહકારનું વાતાવરણ ઉભું થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજકોટ જિલ્લાની ૨૨૧ છાત્રાઓને પોઇન્ટ ટુટુ રાયફલ ચલાવવાની તાલીમ આપવામાં આવી છે. જેમાં કોટડા સાંગાણીની ૧૬, શાપરવેરાવળની ૪૩, લોધિકાની ૧૫, જસદણની ૪૨, ભાડલાની ૨૬, વિંછીયાની ૩૬ અને પડધરીની ૪૩ યુવતીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ સ્ટુડન્ટ પોલીસ કોર્પની આ છાત્રાઓ કેડેટ છે. આ ઉપરાંત છાત્રાઓને સ્વરક્ષણની પણ તાલીમ આપવામાં આવી છે.


SAJAG KUTCH RAYAN 11


સાવરકુંડલાના માનવ મંદિરમાં એકસોથી વધુ મનોરોગીઓ થયા સાજાનરવા એક એવા યોગી જેમણે મનોદિવ્યાંગોને બનાવ્યો પોતાનો પરિવાર

એક વાર એવું બન્યું કે કાત્રોડી ગામમાં રામ પારાયણ ચાલતી હતી. કથાકાર ભગવાન શ્રી રામના ચરિત્રનું ગાન કરતા હતા. એવામાં એક પાગલ વ્યક્તિ ત્યાં આવી ચઢી. અન્ય ભાવિકોએ એ પાગલ તરફ ધુત્કાર અને તિરસ્કારની લાગણી વરસાવી. એ જોઇ કથાકારનો અંતરાત્મા હચમચી ગયો અને એમનો માંહ્યલો જાગી ગયો. એજ ક્ષણે એમણે નિશ્ચય કર્યો કે સમાજ જેને પાગલ ગણે છે એવા વ્યક્તિઓની સેવા કરવી છે. પાંચે’ક વર્ષ પૂર્વેની આ રામ કથામાં મનોદિવ્યાંગોની સેવાનું એક બીજ રોપાયું અને આજે એ વટવૃક્ષ બનીને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હાથસણી રોડ ઉપર માનવ મંદિર રૂપે ઝૂમી રહ્યુંRead More


સજાગ કચ્છ ની વેબ ચેનલ ને આજે પાંચ વર્ષ પુરા થયા

નમસ્કાર મિત્રો આજે સજાગ કચ્છ ની વેબ ચેનલ ને આજે પાંચ વર્ષ પુરા થયા અને આજ ના દિને વેબસાઈડ માં થોડા ફેરફાર કરેલ છે આપ અમોને પ્રતિભાવ મોકલો એવી આશા રાખીયે છીએ , આપ અમોને વોટ્ટસઅપ દ્વારા પણ મંતવ્યો મોકલી શકો છો વિજય જોશી 9879360559 (માત્ર વોટ્સએપ) મોબાઈલ નંબર ઑફિસે epbx માં છે


ગાંધીધામ ખાતે આવેલ ૐ વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ ઘ્વાજવંદન દરમ્યાન ની પરેડ માં જોડાયા

ગાંધીધામ ખાતે આવેલ ૐ વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ  ઘ્વાજવંદન દરમ્યાન ની પરેડ માં જોડાયા 


gaurac ourskr bhuj clip 01


પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારી

જામનગર જિલ્લાના જોડિયા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન-૨૬મી જાન્યુઆરીની ઉજવણી ખૂબ જ દમદાર રીતે થાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. જે અન્વયે જોડિયા ખાતે કલેકટર આર. જે. માકડિયાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનાર પરેડમાં જિલ્લાના મહિલા પોલીસ, પોલીસ જવાનો, હોમગાર્ડ તેમ જ એન.સી.સી. કેડેટ્સ દ્વારા પોલીસોની બેન્ડની ધૂન ઉપર પરેડની કવાયત્ હાથ ધરાઇ હતી. વિવિધ શાળાના બાળકો દ્વારા યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરેલ ટેબલોનું પણ રિહર્સલ કરાયું હતું.