Main Menu

ગાંધીધામ હાઇવે ઉપર કંપનીની બહાર ઉભેલી ટ્રકમાં આગ લાગી

ગાંધીધામ:ગાંધીધામ- ભચાઉ હાઇવે પર મંગળવારે પડાણા પાસે એક કંપનીની બહાર ઉભેલી ટ્રકમાં આગે દેખા દીધી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને ઓલવવા માટે દોડધામ મચી ગઇ હતી.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામથી ભચાઉ જવાના રસ્તે હાઇવે પર એક કંપનીની બહાર કન્ટેનર ટ્રકમાં પાછલા ટાયરમાં આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે થોડા સમય માટે ભારે દોડધામ મચી ગઇ હતી. આગ વિસ્તરે નહીં તે માટે પાણીનો મારો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, આ અાગની ઘટના અંગે પોલીસ ચોપડે કોઇ નોંધ થઇ નથી.