Main Menu

પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારી

જામનગર જિલ્લાના જોડિયા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન-૨૬મી જાન્યુઆરીની ઉજવણી ખૂબ જ દમદાર રીતે થાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. જે અન્વયે જોડિયા ખાતે કલેકટર આર. જે. માકડિયાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનાર પરેડમાં જિલ્લાના મહિલા પોલીસ, પોલીસ જવાનો, હોમગાર્ડ તેમ જ એન.સી.સી. કેડેટ્સ દ્વારા પોલીસોની બેન્ડની ધૂન ઉપર પરેડની કવાયત્ હાથ ધરાઇ હતી. વિવિધ શાળાના બાળકો દ્વારા યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સરકારના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરેલ ટેબલોનું પણ રિહર્સલ કરાયું હતું.