Main Menu

રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ૨૨૧ છાત્રાઓને રાયફલ ચલાવવાની તાલીમ અપાઇ

પોલીસ અને આમજનતા વચ્ચે પરસ્પર સહકારનું વાતાવરણ ઉભું થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજકોટ જિલ્લાની ૨૨૧ છાત્રાઓને પોઇન્ટ ટુટુ રાયફલ ચલાવવાની તાલીમ આપવામાં આવી છે. જેમાં કોટડા સાંગાણીની ૧૬, શાપરવેરાવળની ૪૩, લોધિકાની ૧૫, જસદણની ૪૨, ભાડલાની ૨૬, વિંછીયાની ૩૬ અને પડધરીની ૪૩ યુવતીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ સ્ટુડન્ટ પોલીસ કોર્પની આ છાત્રાઓ કેડેટ છે. આ ઉપરાંત છાત્રાઓને સ્વરક્ષણની પણ તાલીમ આપવામાં આવી છે.



« (Previous News)