Main Menu

કચ્છ- ભૂજ જિલ્લામાં ૨૨૫૫૦ હેકટર વિસ્તારમાં વાવેતર

શીયાળુ પાકની ઉપજ મેળવ્યા બાદ રાજકોટ વિભાગીય વિસ્તારના ખેડૂતો હવે ઉનાળુ પાકના વાવેતરમાં કાર્યરત છે. રાજકોટ વિભાગીય ઉનાળુ પાકના કુલ ૪૮૫૩૫ હેકટર જમીનમાં વાવેતર સામે માત્ર કચ્છ-ભૂજમાં કુલ ૨૨૫૫૦ હેટકર વિસ્તારમાં વાવેતર કરાયું છે.

આ વાવેતરમાં મગફળી ૬૫૧૨ હેકટર, બાજરી ૧૨૪૨ હેકટર, મગ ૩૨૧ હેકટર, તલ ૨૬૯ હેકટર, ડુંગળી ૫૯ હેકટર,સકરટેટી ૬૬૭ હેકટર, ગુવાર ૨૭૪ હેકટર, તરબુચ ૧૨૦ હેકટર, શાકભાજી ૨૨૯૬ હેકટર, સુર્યમુખી ૪૯૭ હેકટર, શેરડી ૨૨ હેકટર, દાડમ ૨૯૧ હેકટર, જયારે ઘાંસચારો ૯૯૮૦ હેકટર   એમ કુલ મળી ૨૨૫૫૦ હેકટર ઉનાળુ પાકોનું વાવેતર થયું છે તેમ સંયૂકત ખેતી નિયામક (વિસ્તરણ) રાજકોટ વિભાગની યાદી જણાવે છે.

રાજકોટ વિભાગીય વિસ્તારમાં સકરટેટી અને દાડમનું નોંધપાત્ર એવું વાવતેર માત્ર કચ્છ- ભૂજમાં જોવા મળે છે.