Main Menu

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૮૫ હેકટર વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર

ઉનાળુ પાકના વાવેતરની રાજકોટ વિભાગ સંયુકત ખેતી નિયામકની આંકડાકીય માહિતી મુજબ સરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૬૭૭૭ હેકટર વિસ્તારમાં થયેલ કુલ ઉનાળુ વાવેતરમાં  ઉનાળુ તલનું વાવેતર ૧૧૮૫ હેકટર વિસ્તારમાં થયેલું નોંધાયું છે.

આ ઉપરાંત અન્ય પાકોમાં મગફળી ૨૧૪ હેકટર, બાજરી ૪૨૦ હેકટર, મગ ૨૧૦ હેકટર, ડુંગળી ૧૫૫ હેકટર, ગુવાર ૧૭૩ હેકટર, શાકભાજી ૫૫૬ હેકટર જયારે અડદ ૧૫ હેકટરમાં વાવેતર થયેલ છે. કુલ વાવેતર વિસ્તારના ૩૮૪૯ હેકટરમાં ઘાંસચારાનું વાવેતર થયેલ છે.