એમડી મોટર્સે બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા; ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા: સાકરદા ગામમાં આવેલ એમડી મોટર્સ દ્વારા વાહનોને ફિઝિકલ ચેકિંગ વિના ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાની જાણ થતા, ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ એમડી મોટર્સનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે.

અધિકારીઓની તપાસમાં ખુલ્યું કે, કુલ 29 વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ નિયમોનું પાલન કર્યા વિના જારી કરવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટ વિભાગે આ ગેરરીતીઓ સામે કાર્યવાહી કરી પ્રાદેશિક કચેરીને જાણ આપી, જેથી તમામ દસ્તાવેજોની તપાસ બાદ સંબંધી સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી શકાય.

આ પગલાથી અન્ય મોટર સંચાલકોમાં જાગૃતિ અને ફફડાટ ફેલાયો છે, અને વાહન વ્યવહાર નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें