ચીનની જાણીતી કંપનીએ મિરો યુ નામનો નવો હ્યુમેનોઇડ રોબોટ રજૂ કર્યો છે, જે છ હાથ ધરાવે છે અને 360 ડિગ્રી સુધી ફેરવાઈ શકે છે. આ રોબોટ મુખ્યત્વે ફેક્ટરીઓમાં મુશ્કેલ કામોને ઝડપથી પૂરા કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વેઈ ચાંગના જણાવ્યા અનુસાર, રોબોટના છ હાથ જુદા-જુદા કામ જાતે કરી શકે છે અને તેના પગોથી તે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે. મિરો યુ ત્રણજી પેઢીનો રોબોટ છે, જે ઉત્પાદન લાઇનમાં સમય બચાવવા અને કાર્યક્ષમતા વધારવા માટે ખાસ બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કંપની કોમર્સિયલ યુઝ અને ઘરો માટે મિલો સીરીઝના રોબોટ પણ વિકસાવી રહી છે, જે આગામી વર્ષે બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.
