અમેરિકાના સિએટલ શહેરમાં સ્પેસ નીડલ નજીક યોજાયેલા લોકપ્રિય ‘બાઇટ ઑફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલ દરમિયાન થયેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. ઘટના રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે બની હતી, જ્યારે ઉત્સવના અંતિમ કલાકોમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સિએટલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ તાત્કાલિક કોઈ શંકાસ્પદની ધરપકડ થઈ હોવાનું જાહેર કર્યું નથી. સિએટલ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સિએટલના લોકપ્રિય ફૂડ ફેસ્ટિવલમાં ગોળીબાર: 2નાં મોત, બાળક સહિત 5 ઘાયલ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
