અમેરિકી સાંસદોના એક જૂથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને H-1B વિઝા માટે જાહેર કરાયેલા નવા આદેશને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. આ આદેશ હેઠળ વિઝા અરજી માટે 1 લાખ ડૉલરનું નવું શુલ્ક અને અનેક પ્રતિબંધો લાગુ કરાયા છે. સાંસદોએ ચેતવણી આપી છે કે આ પગલાં અમેરિકાની ટેક્નોલોજીકલ સ્પર્ધાત્મકતાને અને ખાસ કરીને ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને નુકસાન પહોંચાડશે.
તેમના જણાવ્યા અનુસાર H-1B પ્રોગ્રામ માત્ર અમેરિકી અર્થતંત્ર માટે જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઈનોવેશન ક્ષેત્રમાં અમેરિકા-ભારત વચ્ચેની સહકાર માટે પણ નિર્ણાયક છે.
AI માટે ભારતીયોની જરૂર! અમેરિકી સાંસદોએ H-1B વિઝાના આદેશને પાછો ખેંચવા ટ્રમ્પને કરી અપીલ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
