ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડા મુજબ, આ વર્ષે ઓક્ટોબરમાં ગુજરાતમાં સરેરાશ ૮૯ મિ.મી. વરસાદ નોંધાયો — જે સામાન્ય કરતાં ૪.૫ ગણો વધારે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો આ આંકડો ૯૧.૭ મિ.મી. સુધી પહોંચ્યો. ૧૯૯૯ બાદ પહેલીવાર રાજ્યમાં ઓક્ટોબરમાં આટલો ભારે વરસાદ નોંધાયો છે. નિષ્ણાતો અનુસાર, આ અસામાન્ય વરસાદનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત છે. સતત વરસાદથી ખેતી અને આરોગ્ય બંને ક્ષેત્રોમાં વ્યાપક અસર થઈ છે.
ગુજરાતમાં ઓક્ટોબરે ૨૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો! સામાન્ય કરતાં ૫ ગણો વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી ભારે વર્ષા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
