ગુજરાતમાં અચાનક કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક બાદ સરકારે ત્રણ દિવસમાં તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીના નુકસાનનું સર્વે કરીને વિગતવાર અહેવાલ તૈયાર કરવાની સૂચના આપી છે. અગાઉ 7 અને 20 દિવસમાં સર્વે કરવાની સૂચનાઓ આવ્યા છતાં તાકીદી કાર્યવાહી ન થતા હવે રાજ્ય સરકાર ત્વરિત પગલાં લેવા તત્પર થઈ છે. ખેડૂતોની સહાય માટે આ અહેવાલને પ્રાથમિકતા આપવાની પણ હુકમ જાહેર કરવામાં આવ્યો છે.
કમોસમી વરસાદ બાદ સરકાર ચિંતિત: પહેલા 7, પછી 20, હવે 3 દિવસમાં ખેતી નુકસાનનું સર્વે કરવા આદેશ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
