આગળ ધોરણ 1થી 5 માટેની TET-1 પરીક્ષા માટે પહેલા PTC ના બીજા વર્ષના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં અસમર્થ હતા. વિદ્યાર્થીઓની રજૂઆતને સ્વીકારતી સરકારની મંજૂરી બાદ રાજ્ય પરીક્ષા બોર્ડે નિયમમાં ફેરફાર કર્યો અને આ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની છુટ આપી. ફોર્મ ભરવાની નવી છેલ્લી તારીખ 18 નવેમ્બર અને ફી ભરવાની 20 નવેમ્બર રાખવામાં આવી છે. પરીક્ષા હવે 21મી ડિસેમ્બરે યોજાશે. ભરતી માટે PTC, D.El.Ed., B.Ed., અને અન્ય ડિપ્લોમા પાસ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ રજૂ કરવી ફરજિયાત રહેશે.

