સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા ગેરરીતિ સામે કડક કાર્યવાહી: 13 વિદ્યાર્થીઓને ₹4,000 દંડ, મોબાઇલથી ચોરી કરનાર વિદ્યાર્થિનીને ₹10,000નો દંડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુલાઈ–ઑગસ્ટ 2025ની પરીક્ષાઓ દરમ્યાન ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવાયા છે. પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી સમક્ષ હાજર રહેલા 14માંથી 13 વિદ્યાર્થીઓ ચિઠ્ઠી, કૌટિલ્યના પેજ અને ઘરે તૈયાર કરેલું મટીરિયલ વાપરી ચોરી કરતા ઝડપાયા હતા, જેને યુનિવર્સિટીએ ₹4,000 દંડ અને 1+1 પરીક્ષાનો પ્રતિબંધ ફટકાર્યો છે—અર્થાત્ તેઓ ચાલુ પરીક્ષા ઉપરાંત એક વધારાની પરીક્ષા પણ આપી શકશે નહીં.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें