જામનગરના નવા ફ્લાયઓવર પરથી એસટી બસ નહીં દોડે; નીચેના રૂટ પર 3 નવા સ્ટોપ જાહેર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરના ઇન્દિરા માર્ગ પર બનેલા નવા ફ્લાયઓવર બ્રિજ પરથી એકપણ એસટી બસ નહીં દોડે તેવી જાહેરાત વિભાગીય નિયામક બી.સી. જાડેજાએ કરી છે. પહેલા જેવા જ જૂના રૂટ—ઈન્દિરા માર્ગ—થઈ એસટી બસોનું સંચાલન ચાલુ રહેશે.

એસટી અધિકારી જે.વી. ઈશરાણીના જણાવ્યા મુજબ જામનગર ડેપોથી રાજકોટ તરફ જતી બસો માટે શહેરમાં ત્રણ નવા સ્ટોપ નક્કી કરાયા છે:

  • જૂનું રેલ્વે સ્ટેશન (અંબર ચોકડી),

  • સાત રસ્તા ચોકડી,

  • હાલાર હાઉસ બાદનો પોઈન્ટ.

તે જ રીતે રાજકોટ/કાલાવડ તરફથી આવતા મુસાફરોને સુરેશ ફરસાણ માર્ટથી આગળ જૂના રેલ્વે સ્ટેશન અને સાત રસ્તા સર્કલ પર ઉતારવાની અને ચડાવવાની સુવિધા રહેશે.

સુભાષ બ્રિજ પાસે રસ્તો સાંકડો હોવાને કારણે જૂના પોઈન્ટ રદ્દ કરી દેવામાં આવ્યા છે. હવે ગુરુદ્વારા અને સુભાષ બ્રિજ પોઈન્ટના બદલે રાજપાર્ક પાસે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર અને વોલ્વો સહિતની એસટી બસોનું સંચાલન કરવામાં આવશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें