વિદેશ ટૂરના નામે છેતરપિંડી: નવાબ ટુર્સના સંચાલક સહિત ત્રણ સામે વડોદરામાં ગુનો દાખલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરામાં વિદેશ ટૂર કરાવવાના બહાને એક વ્યક્તિ સાથે અઢી લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો કેસ બાપોદ પોલીસમાં નોંધાયો છે. ફરિયાદી શાકિબ ગુલામ મયુદ્દીન મનસુરીએ જણાવ્યું કે તેઓ બાકુ (અઝરબૈજાન) જવા ઈચ્છતા હતા. નવાબ ટુર્સના હાસમીન નવાબ, સમીર મુની અને અજયકુમાર નટવરલાલ શર્માએ મળીને વિદેશ ટૂરની વ્યવસ્થા કરવાનું કહીને તેમની પાસેથી રૂપિયા લઈ લીધા હતા.

દિલ્હી જવા સૂચના આપી છતાં ટિકિટ સમયસર મોકલાઈ ન હતી. એક મહિના પછી મોકલાયેલી ટિકિટમાં પણ વચન મુજબ 25 કિલો નહીં પરંતુ 15 કિલો સામાનની મર્યાદા દર્શાવવામાં આવી હતી. ફરિયાદીએ ટિકિટ રદ કરાવી પૈસા પરત માંગ્યા છતાં કોઈ રકમ પાછી અપાઈ નહીં. આ સમગ્ર છેતરપિંડી મામલે ત્રણેય સામે ગુનો દાખલ કરી further તપાસ શરૂ થઈ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें