વડોદરાના તરસાલીમાં આપઘાતી ચોરીનો પર્દાફાશ: વોશરૂમમાં પૂરી સોનાના દાગીના ચોરનાર સોસાયટીની જ મહિલા પકડાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરાના તરસાલી વિસ્તારમાં બનેલા ચોરીના બનાવમાં મોટો પલટો આવ્યો છે. મહાકાળી મંદિર પાસેની સોસાયટીમાં રહેતી મિનાક્ષીબેન રાજપુત વોશરૂમમાં જતા જ ઘરમાં ઘૂસીને કબાટમાંથી સોનાના દાગીના અને 20 હજાર રૂપિયા ઉઠાવી ભાગનાર સોસાયટીની જ મહિલા ઝડપી પાડી છે.

મિનાક્ષીબેન વોશરૂમમાં જતા જ બહારથી સ્ટોપર લગાવી દેવામાં આવતા તેઓ બહાર નહીં આવી શકતા, પરંતુ બૂમો પાડતા નાનો પુત્ર જાગી દરવાજો ખોલતાં ચોરીનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીના આધારે શંકાસ્પદ મહિલાને પકડી તેની પાસેથી ત્રણ લાખના દાગીના કબજે કર્યા હતા.

આરોપી નીતુ અલ્કેશભાઈ શાહે પૂછપરછમાં કબૂલ્યું કે ઘરમાં રહેલી મહિલા વોશરૂમમાં જતાં જ તેને પુરાવી ચોરી અંજામ આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें