બોમ્બ ધમકી વચ્ચે મદિના–હૈદરાબાદ ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ: CISF, BDS અને પોલીસ ટીમો દોડતી પહોંચી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ઈમેલ દ્વારા ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ એરપોર્ટ ઓથોરિટી તથા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.

ફ્લાઈટને તાત્કાલિક ડાયવર્ટ કરી સલામત રીતે અમદાવાદમાં ઉતારાતા મુસાફરોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો, જોકે લેન્ડિંગ બાદ તરત જ CISF, સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે એરપોર્ટને કોર્ડન કરીને ઝીણવટભરી તપાસ શરૂ કરી. મુસાફરો અને સામાનનું સંપૂર્ણ ચેકિંગ ચાલી રહ્યું છે.

ઝોન-4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે અને ફ્લાઈટની વિગતવાર તપાસ ચાલુ છે. ધમકી અફવા છે કે કોઈ ગોઠવણબદ્ધ કાવતરું—તે અંગે તપાસ એજન્સીઓ ચકાસણી કરી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें