દેશના 5 મોટા શહેરોમાં ઇન્ડિગોની 400 ફ્લાઈટ રદ: સ્ટાફની અછતથી લઈને DGCAના નવા નિયમો સુધી—શું ચાલી રહ્યું છે?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઇન્ડિગો એરલાઇન છેલ્લા ત્રણ દિવસથી ભારે ઓપરેશનલ સંકટમાંથી પસાર થઈ રહી છે. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુ જેવા દેશના 5 મુખ્ય શહેરોમાં કુલ લગભગ 400 ફ્લાઈટ્સ રદ થતાં હજારો મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાઈ ગયા છે. ગુરુવારે જ દિલ્હીમાં 30, હૈદરાબાદમાં 33 અને બેંગલુરુમાં 73 ફ્લાઈટ રદ થતા ગભરાટ સર્જાયો છે.

સ્ટાફની અછત, ટેકનિકલ ખામીઓ, ખરાબ હવામાન અને વધેલા હવાઈ ટ્રાફિકને ઇન્ડિગોએ કારણભૂત ગણાવ્યા છે, પરંતુ સૌથી મોટું કારણ DGCAના નવા FDTL (Flight Duty Time Limitation) નિયમો માનવામાં આવી રહ્યા છે. પાઇલટ અને કેબિન ક્રૂના આરામ અને ડ્યુટી કલાકોમાં થયેલા ફેરફારોને કારણે એરલાઇનને માનવીય રોસ્ટરિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ઇન્ડિગો પ્રવક્તાએ મુસાફરોને માફી માંગી છે અને જણાવ્યું છે કે “શિયાળાની શેડ્યૂલ ચેન્જ, નાની ટેકનિકલ ગડબડી, હવામાન અને નવા ક્રૂ નિયમો”ને કારણે ફ્લાઇટ સંચાલનમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો છે. મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ પર યોગ્ય માહિતી ન મળતા પરેશાની વધી રહી છે. પરિસ્થિતિમાં હાલ પણ સુધારો ન દેખાતા એરપોર્ટ અધિકારીઓએ તેને ‘ચેલેન્જિંગ’ ગણાવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें