SIR દરમિયાન BLOના મોત પર સુપ્રીમ કોર્ટ ગંભીર: રાજ્ય સરકારોને વધારાના સ્ટાફની તાત્કાલિક તહેનાત કરવાનો આદેશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન બૂથ લેવલ ઓફીસર્સ (BLO)ના વધી રહેલા કામના દબાણ અને થયેલા મોતની ઘટનાઓને લઇને સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે BLOનો કામનો ભાર ઘટાડવા તાત્કાલિક વધારાનું કર્મચારીબળ તહેનાત કરવામાં આવે.

સુનાવણી દરમિયાન CJIએ ચૂંટણી પંચનાં દાવાઓને સવાલ હેઠળ લીધાં હતા. ECIએ દલીલ કરી હતી કે BLO માટે “દિવસે 10 ફોર્મ ભરવા ભારરૂપ નથી”, પરંતુ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે વાસ્તવમાં BLOને દરરોજ 40થી વધુ ફોર્મ ભરવા પડે છે અને બહુમાળી ઇમારતો, નેટવર્ક વિહોણા વિસ્તારોમાં રાતે મોડાં સુધી કામ કરવું પડે છે.

અરજદારોએ કોર્ટને જણાવ્યું કે SIR દરમિયાન દેશભરમાં 35-40 BLOના મોત અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ 50થી વધુ FIR નોંધાઈ છે, તેમજ BLOને 24-48 કલાકમાં કામ પૂરું કરવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે. એક કેસમાં લગ્ન માટે રજા ન મળતાં BLOએ આત્મહત્યા કરી હતી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें