નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન પુતિન ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવા શક્યતા છે. મીડિયા ઈન્ટરવ્યુમાં પુતિને પ્રશંસા કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દબાણ સામે ઝૂકી ન જતાં નેતા છે.
પુતિનનું કહેવું હતું કે ભારત-રશિયા વચ્ચે 90%થી વધુ દ્વિપક્ષીય વ્યવહારો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને બંને દેશો વચ્ચેનો ઐતિહાસિક સંબંધ અનોખો છે. તેમણે ભારતની અડગ નીતિ અને 77 વર્ષમાં નોંધપાત્ર વિકાસને વખાણ્યું.
પુતિન માટે આ ભારતની દસમી મુલાકાત રહેશે, જેમાંથી ત્રણ મુલાકાતો PM મોદીના કાર્યકાળ દરમિયાન થઈ છે, જ્યારે વડા પ્રધાન મોદીએ રશિયાની સાત મુલાકાતો કરી છે.
