ભારતમાં ઈન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મુસાફરો પરેશાન થયા હતા, જ્યારે અન્ય એરલાઈન્સે ટિકિટના ભાવમાં મોટો વધારો કર્યો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હસ્તક્ષેપ કરી અસરગ્રસ્ત રૂટ પર ટિકિટ ભાડાની મર્યાદા નક્કી કરી.
સરકારના આ આદેશ પ્રમાણે, કોઈ પણ એરલાઇન મનમાની ભાવે ટિકિટ વેચી શકશે નહીં. નક્કી કરેલી મર્યાદા ઉપર વેચાણ થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રભાવિત રૂટ પર રિયલ ટાઈમ ડેટા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સની ચકાસણી કરીને સરકાર નજર રાખી રહી છે. આ મર્યાદા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય.
