અમરેલીમાં રેતી માફિયાનો આતંક: શેત્રુંજીમાંથી લાખોની મશીનરી જપ્ત, આરોપીઓ પકડાયા નહિ!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી: જિલ્લામાં બેફામ ચાલતા ગેરકાયદે રેતી ખનન સામે વહીવટી તંત્રે મોડું જાગી કાર્યવાહીની શરૂઆત કરી છે. શેત્રુંજી નદીના પટમાં ચાલી રહેલા રેતી ચોરીના રેકેટ પર મોડી રાત્રે દરોડા પાડતા 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 JCB અને 1 લોડર સહિત કુલ 10 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેના મૂલ્ય લાખોમાં આંકવામાં આવે છે.

પરંતુ આશ્ચર્યજનક રીતે એકપણ આરોપી જીવતું પકડાયો નથી, જેને કારણે કાર્યવાહી ‘માત્ર દેખાવ પૂરતી’ હોવાના સવાલો ફરી ઊભા થયા છે. સ્થાનિકોની ફરિયાદો છતાં વર્ષોથી ચાલતા ગેરકાયદે ખનનના મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ પહોંચી શકશે કે નહીં તે અંગે ગંભીર શંકાઓ જાગી છે.

ખાણ-ખનીજ વિભાગ અને અમરેલી તાલુકા પોલીસના સંયુક્ત દરોડા બાદ તંત્ર ભલે સક્રિયતાનો દાવો કરે, પરંતુ માત્ર સાધનો કબજે કરીને મૂળ રેતી માફિયાઓને છોડવામાં આવ્યા હોવાનો આક્ષેપ ફરી ચર્ચામાં છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें