ગુજરાત પોલીસના **સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)**એ ભાવનગરથી ચાલતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્રોડ સિન્ડિકેટને નડાવ્યો છે. આ કૌભાંડમાં મ્યુલ બેંક એકાઉન્ટ, આંગડિયા પેઢી અને ક્રિપ્ટોકરન્સી વોલેટ મારફતે રૂ.719 કરોડનું મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં ખુલ્યું કે આ રેકેટ દુબઈ અને ચીન સ્થિત CIDCAT સાયબર ગેંગ સાથે જોડાયેલું હતું. મુખ્ય આરોપીઓમાં બે બેંક કર્મચારી અને 8 અન્ય વ્યક્તિઓ સામેલ છે, જેમણે 110 જેટલા બોગસ ખાતા ખોલી, રોકડ ઉપાડી, અને USDT ક્રિપ્ટો દ્વારા વિદેશમાં મોકલ્યા.
આ સિન્ડિકેટ દ્વારા 8 પ્રકારના ફ્રોડ કરવામાં આવતા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, પાર્ટ-ટાઈમ જોબ સ્કેમ, લોન ફ્રોડ, UPI ફ્રોડ અને વોઈસ ફિશિંગનો સમાવેશ થાય છે.
પોલીસે 10 આરોપીઓની ધરપકડ, 30 મોબાઇલ અને ક્રિપ્ટો વોલેટ પાસવર્ડ સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે. વધુ આરોપીઓની ધરપકડની શક્યતા છે, જે આ આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડી નાખી શકે છે.
