પુતિનની ભારત યાત્રા પર ચીનનું મોટું નિવેદન; ‘ભારત-રશિયા-ચીન ત્રિપક્ષીય શક્તિ વૈશ્વિક સ્થિરતા માટે અગત્યની’ — અમેરિકામાં ચિંતા વધારી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રશિયા પ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત મુલાકાત પર ચીને અભૂતપૂર્વ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત, ચીન અને રશિયા વચ્ચેનો મજબૂત ત્રિપક્ષીય (RIC) સહકાર માત્ર એશિયા જ નહીં, પરંતુ વૈશ્વિક સ્થિરતા, સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ડ્રેગનના આ નિવેદનથી અમેરિકા સતર્ક બન્યું છે, ખાસ કરીને ત્યારે જ્યારે રશિયા-ચીન સંબંધો મજબૂત છે અને ભારત-ચીન સંબંધો ધીમેથી સામાન્યતાની દિશામાં આગળ વધી રહ્યા છે.

ચીને વધુમાં કહ્યું કે RIC ત્રણેય દેશો ઉભરતી અર્થવ્યવસ્થાઓ છે અને ગ્લોબલ સાઉથના મુખ્ય અવાજ છે. પૂર્વી લદ્દાખ બાદ ઠંડા પડેલા ભારત-ચીન સંબંધોને લઈને પણ ચીને સંકેત આપ્યો કે બેઈજિંગ લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે સંબંધોની સ્થિરતા ઈચ્છે છે.

પુતિને ભારત-ચીનને રશિયાના “સૌથી નજીકના મિત્રો” ગણાવતા અને વિવાદોને મળીને ઉકેલી શકશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા ચીનએ પણ કહ્યું કે તે રશિયા અને ભારત બંને સાથે સહકાર વધારવા પ્રતિબદ્ધ છે.

પુતિનની યાત્રા દરમિયાન વેપાર, સંરક્ષણ, ઉર્જા અને રોકાણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ કરારો થયા અને 2030 સુધી દ્વિપક્ષીય વેપારને 100 અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્ય નક્કી થયો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें