અમદાવાદના ઓઢવ પાસે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો, બોઇલર સલામત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ: શહેરના ઓઢવ નજીક આવેલા સિંગરવા ગામમાં સ્થિત સાગર કેમિકલ્સ કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાના સમયે ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા, જેથી આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગની જાણ થતાં અમદાવાદ ફાયર અને ઇમર્જન્સી સર્વિસની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કેમિકલ્સ અને અન્ય સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે, પરંતુ ફેક્ટરીમાં આવેલા બોઇલરને આગથી કોઈ નુકસાન થયું ન હતું. જો બોઇલર ફાટતું તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમે તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें