ગાંધીનગર: ગરીબ અને મધ્યમ વર્ગના ગંભીર રોગોથી પીડિત દર્દીઓ માટે ગુજરાત સરકારનું મુખ્યમંત્રી રાહત ભંડોળ (CMRF) આશાની કિરણ બની રહ્યું છે. વર્ષ 2021 થી 2025 દરમિયાન આ ભંડોળ હેઠળ કેન્સર સામે સંઘર્ષ કરી રહેલા 2,106 દર્દીઓને રૂ. 31.55 કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે.
મોંઘી અને જીવનરક્ષક સારવારથી કોઈ પણ જરૂરિયાતમંદ વંચિત ન રહે તે હેતુ સાથે કાર્યરત આ ભંડોળ દ્વારા બ્લડ કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સરગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર મળી શકી છે. આ સાથે કિડની, લીવર, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ સારવાર માટે પણ CMRF દ્વારા મહત્વપૂર્ણ સહાય આપવામાં આવી રહી છે, જેના કારણે હજારો પરિવારોને મોટી રાહત મળી છે.
