સુરત: શહેરી વિકાસ વર્ષ–2025ની ઉજવણી અંતર્ગત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુડા તથા અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા કુલ ₹600 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો.
આ વિકાસકામોમાં વોટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડ્રેનેજ લાઇન, હેલ્થ સેન્ટર, ફાયર સ્ટેશન, રસ્તાઓ, આઉટર રિંગ રોડ તેમજ ફ્લાયઓવર બ્રિજ જેવા મહત્વના માળખાકીય પ્રકલ્પોનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાનએ જણાવ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપ હેઠળ સુરત સહિત સમગ્ર ગુજરાત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટોથી ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થશે, જનસુવિધાઓ વધશે અને રોજગારીના નવા અવસર સર્જાશે.
