મુલુંડમાં બનશે આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્ઝોટિક બર્ડ પાર્ક: દેશ-વિદેશના પર્યટકો માટે નવી આકર્ષણ કેન્દ્ર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુલુંડ (વેસ્ટ)ના નાહુર વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આંતરરાષ્ટ્રીય દરજ્જાનું એક્ઝોટિક બર્ડ પાર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઓનલાઈન ભૂમિપૂજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે રવિવારે કરવામાં આવશે.

આ બર્ડ પાર્કમાં વિશ્વભરના દુર્લભ અને રંગબેરંગી પક્ષીઓ માટે કુદરતી માહોલને અનુરૂપ વિશાળ રહેઠાણ, તળાવ, બગીચા, કૃત્રિમ રોકવર્ક તેમજ પશુચિકિત્સા હોસ્પિટલ અને ક્વોરન્ટાઈન ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પર્યટકો માટે બર્ડ શો, ટિકિટ ઘર, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ અને ઈકો-ફ્રેન્ડલી લાઈટિંગ જેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધશે અને મુંબઈના પર્યટન ક્ષેત્રને નવી દિશા મળશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें