મેક્સિકોના 50% ટેરિફ સામે ભારત વળતા પગલાં ભરી શકે: ભારતીય અધિકારીઓના કડક સંકેત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવી દિલ્હી: યુએસ બાદ હવે મેક્સિકોએ પણ ભારતના અનેક ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લાદતાં ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને વધુ એક ઝટકો લાગ્યો છે. આ પગલાં બાદ ભારત સરકારે પોતાના નિકાસકારોના હિતોની રક્ષા માટે વળતો ટેરિફ લાદવાની શક્યતા અંગે સંકેત આપ્યા છે.

ભારતના વાણિજ્ય વિભાગ દ્વારા મેક્સિકોના અર્થતંત્ર મંત્રાલય સાથે ચર્ચાઓ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ રહેશે, પરંતુ જરૂર પડ્યે ભારત યોગ્ય પ્રતિસાદ આપવા સંપૂર્ણ અધિકાર ધરાવે છે. મેક્સિકોએ ભારત સાથે પૂર્વ ચર્ચા કર્યા વિના MFN ટેરિફમાં વધારો કર્યો હોવાનું પણ ભારતે જણાવ્યું છે. આ ટેરિફ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે અને ઓટો પાર્ટ્સ, કપડાં, સ્ટીલ, પ્લાસ્ટિક, ફૂટવેર સહિત અનેક ભારતીય ઉત્પાદનોને અસર કરશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें