કોલકાતામાં આયોજિત ‘GOAT Tour to India 2025’ કાર્યક્રમ દરમિયાન આર્જેન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીની એક ઝલક પણ જોવા મળી ન હોવાથી ચાહકોમાં હાર્ડ રોષ ફેલાયો. સ્ટેડિયમમાં તોડફોડ અને અવ્યવસ્થાને પગલે આયોજકને પોલીસે અટકાયત કરી, તેમજ પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચાહકો પાસે માફી માગવી પડી.
-
કોલકાતામાં સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીની મુલાકાત માટે પ્રેક્ષકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.
-
મેસી, તેના લાંબા સમયના સ્ટ્રાઈક પાર્ટનર લુઇસ સુઆરેઝ અને ટીમમેટ રોડ્રિગો ડેલ પૌલ સ્ટેડિયમ પહોંચ્યા, પરંતુ સ્ટેડિયમમાં ભારે સુરક્ષા અને VIP સહિતના લોકોની હાજરીને કારણે ચાહકો મેસીને નજીકથી જોઈ ન શક્યા.
-
આ અવ્યવસ્થાને કારણે અરાજકતા ફેલાઈ અને ચાહકો સ્ટેડિયમમાં તોડફોડ કરવા લાગ્યા.
-
ઘટનાની તપાસ દરમિયાન પોલીસે આયોજક શતદ્રુ દત્તાની ધરપકડ કરી.
-
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચાહકો સામે માફી માગી અને કાર્યક્રમના આયોજકોએ ટિકિટધારકોને રીફંડની જાહેરાત કરી.
