રાજકોટમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરનું ફિનાઈલ પાન પ્રયાસ: સોશિયલ મીડિયા વિવાદથી ત્રાસનો આક્ષેપ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટના રેસકોર્સ ગાર્ડન વિસ્તારમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરોએ ફિનાઈલ પી લેતા ચોંકાવનારી ઘટના બની છે. પ્રિયા ઉર્ફે પીહુ ચૌહાણ (ઉ.વ. 33) અને અનીશા સૈયદ (ઉ.વ. 39) દ્વારા ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવામાં આવી હતી, જેમાં તેમણે પોતાના પર પડતી ધમકી અને ત્રાસને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાયું. બંને યુવતીઓ હાલમાં ખાનગી હોસ્પિટલે સારવાર હેઠળ છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે અને યુવતીઓના નિવેદન લીધા છે. તેમના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા વિવાદ, લાઈવ સત્રમાં અપાયેલ ધમકી અને ફોલોવરોના ત્રાસને કારણે આ પગલું ભરવું પડ્યું.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें