આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના વલ્લભ વિદ્યાનગર કેમ્પસમાં 68મો પદવીદાન સમારોહ યોજાયો. સમારોહમાં રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિની ઉપસ્થિતિમાં 16,963 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતક પદવી એનાયત કરવામાં આવી. આ સમયે 75 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સિદ્ધિ માટે કુલ 103 સુવર્ણચંદ્રક અપાયા. યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 4,07,729 વિદ્યાર્થીઓને વિવિધ શાખાઓમાં પદવી અપાઈ ચૂકી છે. સમારોહમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના જયશ્રી ઉર્ફે ધનશ્રી આઠવલે તલવલકરને તેમના શૈક્ષણિક અને સામાજિક યોગદાન માટે, તેમજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી જશભાઈ શંકરભાઈ પટેલને ‘ડૉક્ટર ઓફ લેટર્સ (ડી. લીટ)’ માનદ પદવી આપવામાં આવી. એમ.સી.એ પૂર્ણ કરનારી રિયા મનોજભાઈ પંચાલે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા.
સરદાર પટેલ યુનિવર્સિટીમાં 68મો પદવીદાન સમારોહ: 16,963 છાત્રોને પદવી અને 103 સુવર્ણચંદ્રક વિતરણ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
