વડોદરામાં સસ્તુ સોનું અને 10 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને કર્ણાટકના વેપારી સાથે 4.92 કરોડ રૂપિયાની મોટી ઠગાઈ કરનાર ગેંગ સામે પોલીસની કાર્યવાહી તેજ બની છે. ક્રાઈમ બ્રાન્ચે ગેંગની મહિલા સાગરીત નયના મનહરસિંહ અને ભાવેશ પરમારને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ઇલિયાસ ઉર્ફે રાજવીર પરીખ હજી ફરાર છે. આરોપીઓએ નકલી સોનાનો ખેલ રચી વેપારીને કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સસ્તુ સોનું અને લોનના લોભમાં 4.92 કરોડની ઠગાઈ: કર્ણાટકના વેપારીને ફસાવનાર ગેંગની મહિલા સહિત બે પકડાયા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
