વડોદરામાં સમા તળાવ નજીક રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત: બાઈક સ્લીપ થતા સગીરનું સ્થળ પર જ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરના સમા તળાવ વિસ્તારમાં મોડી રાત્રે બનેલા ગંભીર અકસ્માતમાં બાઈક સ્લીપ થતાં એક સગીર યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. બાઈક પરથી પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેણે દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત સમા તળાવ સર્કલથી ઊર્મિ બ્રિજ તરફ જતા માર્ગ પર થયો હોવાનું સામે આવ્યું છે. સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें