જામનગરમાં બાઈક ચોર ટોળકી પર પોલીસનો પ્રહાર: 4 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, એક તસ્કર ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર શહેરના જુદાજુદા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન થયેલી ચાર બાઈક ચોરીના ગુનાઓનો એલસીબી પોલીસે ભેદ ઉકેલી લીધો છે. પોલીસએ એક આરોપીને ઝડપી લઈને તેની પાસેથી ચાર નંગ ચોરાઉ બાઈક કબજે કરી છે. પૂછપરછમાં આરોપીએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરવાની કબૂલાત આપી છે, જ્યારે તેનો એક સાગરીત ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાહન ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખી એલસીબીની ટીમે સઘન કાર્યવાહી કરી આ સફળતા મેળવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें