વડોદરાના ગોત્રી વિસ્તારના ગોકુલ નગર ખાતે હોર્ન વગાડવાના મુદ્દે ઉગ્ર બની ગયેલા ત્રણ યુવકોએ કાર ચાલક પ્રકાશ જારીયા, તેમની પત્ની અને ભાઈ પર પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવ દરમિયાન પ્રકાશ જારીયાને ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે બચાવ માટે વચ્ચે પડેલી તેમની પત્નીને પણ માથાના ભાગે ઈજા થઈ હતી. ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પોલીસે અયોધ્યા નગર, સંસ્કાર નગર અને ગોકુલ નગરના ત્રણ યુવકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા ગોત્રીમાં હોર્ન વગાડવો પડ્યો મોંઘો : કાર ચાલકના પરિવાર પર પાઇપથી જીવલેણ હુમલો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
