બેંગલુરુમાં કેબની રાહ જોતી યુવતી સાથે જાહેર માર્ગ પર યૌન સતામણી, આરોપી ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બેંગલુરુમાં કેબની રાહ જોઈ રહેલી એક યુવતી સાથે જાહેર માર્ગ પર કથિત યૌન સતામણી કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે એફઆઈઆર નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતાએ 27 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોતાની આપવીતી શેર કરી હતી. યુવતીના જણાવ્યા મુજબ સ્કૂટર પર આવેલા એક વ્યક્તિએ તેની નજીક આવી અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી અને પૈસાની ઓફર કરીને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાએ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને ફરી ચર્ચા જગાવી છે. પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા પરની પોસ્ટના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મહિલાઓ સામેના આવા ગુનાઓ પ્રત્યે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें