ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું લઈને આદિવાસી સમુદાયો માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. આ યોજના હેઠળ રાજ્યના 11 જિલ્લાઓમાં 31 આદિવાસી સમુદાયોમાંથી DNA નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે. આ ડેટાબેઝ વંશાણુ રોગોના વહેલા નિદાન, સારવાર અને નિવારણ માટે ઉપયોગી બનશે. પ્રોજેક્ટથી થેલેસેમિયા, સિકલસેલ એનિમિયા જેવા ગંભીર રોગો પર નિયંત્રણ મેળવવા અને આદિવાસી સમુદાયના જાહેર સ્વાસ્થ્યમાં સુધારો લાવવામાં મદદ મળશે.

