ઉત્તરાખંડમાં માનવ-વન્યજીવ સંઘર્ષનું ભયાનક ચિત્ર: 25 વર્ષમાં 900થી વધુ લોકોના મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉત્તરાખંડમાં માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ છેલ્લા 25 વર્ષમાં અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. સરકારી આંકડાઓ મુજબ, વર્ષ 2000 પછી અત્યાર સુધી વાઘ, દીપડો, રીંછ, હાથી અને અન્ય જંગલી પ્રાણીઓના હુમલાઓમાં 900થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

ગુરુવારે આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જયારે પૌડી જિલ્લાના ગજાલડ ગામમાં 45 વર્ષીય વ્યક્તિ પર દીપડાએ હુમલો કરી તેનો જીવ લીધો. પૌડી જિલ્લો વન્યજીવ હુમલાઓમાં સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર તરીકે ઓળખાય છે, જેના કારણે તંત્ર દ્વારા અનેક રોકથામનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें