અમદાવાદ સાયન્સ સિટીના પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 50થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ લાગતા મોડી રાત્રે ભારે દોડધામ મચી ગઈ. આગની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ટીમો સ્થળ પર પહોંચી અને યુદ્ધના ધોરણે રાહત-બચાવ કામગીરી શરૂ કરી.

લિફ્ટમાં ફસાયેલા લોકોની જાણ થતાં હલચલ

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સની લિફ્ટમાં અનેક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. અત્યાર સુધી 50થી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

હાઇડ્રોલિક પ્લેટફોર્મથી બચાવ કામગીરી

ફાયર વિભાગે ઊંચી બિલ્ડિંગમાંથી લોકોને બહાર કાઢવા માટે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર લાવવાનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

આગના કારણોની તપાસ ચાલુ

હાલ આગ કઈ રીતે લાગી, તેમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ – તે અંગે ફાયર અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધુમાડો અને આગને કારણે બિલ્ડિંગમાં હાહાકાર મચી ગયો હતો, પરંતુ ઝડપી કામગીરીને કારણે મોટા નુકસાનથી બચાવ થયો છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें