વડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી સામે આવેલ બગીચાનું બે વર્ષ પહેલા લોકાર્પણ થયું હોવા છતાં આજદિન સુધી તેનું નામકરણ ન થવું ચર્ચાનો વિષય બન્યું છે. બાળકો માટે રમણગમતા સાધનો, વડીલો માટે આરામની વ્યવસ્થા અને વોકિંગ ટ્રેક હોવા છતાં બગીચો હજુ ‘ગુમનામ’ જ છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શાસક પક્ષની આંતરિક જૂથબંધીના કારણે નામકરણ વિધિ અટકી છે. આ મુદ્દે વિરોધ પક્ષે પણ શાસક પક્ષ પર આક્ષેપો કર્યા છે. મેયર અને અન્ય જવાબદાર પદાધિકારીઓ તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા હવે પાલિકા તંત્ર આ બગીચાનું નામકરણ ક્યારે કરશે તે અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે.
સમાનો ‘ગુમનામ’ બગીચો ક્યારે પામશે નામ? શાસક પક્ષની આંતરિક જૂથબંધીથી નામકરણ વિધિ અટકી હોવાના આક્ષેપ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
