નવી દિલ્હી, 8 ડિસેમ્બર:
તામિલનાડુના પૂર્વ મંત્રી વી. સેંતિલ બાલાજીને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે સોમવારે તેમની જામીનની કડક શરતોમાં ઢીલ આપી છે. મની લોન્ડરિંગ અને રાજ્યના “કેશ-ફોર-જોબ” કૌભાંડ સંબંધિત કેસમાં, હવે તેઓને ચેન્નઈ સ્થિત ED ઓફિસમાં અઠવાડિયામાં બે વખત હાજર રહેવાની જરૂર નહીં રહે.
સુપ્રીમ કોર્ટએ કહ્યું કે જો ED દ્વારા ખાસ સમન્સ ન આપવામાં આવે, તો બાલાજીની હાજરી જરૂરી નથી. સાથે જ, ટ્રાયલ કોર્ટમાં દરેક હિયરિંગ પર ફરજિયાત હાજરીની શરત પણ નરમ કરવામાં આવી છે. કોર્ટે જણાવ્યું કે જો બાલાજીની તરફથી છૂટછાટ માટે અરજી કરવામાં આવે, તો ટ્રાયલ કોર્ટ તેની યોગ્ય રીતે પરખ કરશે.
