કચ્છમાં 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલ યુવક 9 કલાક બાદ મૃત હાલતમાં મળ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભુજના કુકમા ગામ નજીક ગોપાલભાઈની વાડીમાં યુવક બોરવેલમાં ફસાયો હતો. ગામવાસીઓ અને ફાયર બ્રિગેડની ટીમે 9 કલાકની કઠિન બચાવ કામગીરી બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. સ્થાનિક પ્રાથમિક માહિતી અનુસાર યુવકે બોરમાં કૂદી હોવાનું અનુમાન છે, પરંતુ સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણી શકાશે. ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમર્જન્સી ટીમ હાજર રહી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें