રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, ગાંધીનગર FSLમાં કાગળ કામગીરી ચાલુ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગોંડલ: ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. 8 ડિસેમ્બરે ગણેશ જાડેજા ગાંધીનગર FSL પહોંચ્યા હતા જ્યાં કાગળ પ્રક્રિયા હાથ ધરાઈ છે. નાર્કો ટેસ્ટ 13 ડિસેમ્બરના અંદર પૂર્ણ થવાની સંભાવના છે.

આ કેસમાં રાજકુમારના પરિવારે ગણેશનું નાર્કો ટેસ્ટ કરવાની માગણી કરી હતી. ત્યારબાદ રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ દ્વારા ગણેશ જાડેજા અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે ખાનગી બસના ચાલકનો નાર્કો ટેસ્ટ ન કરવામાં આવશે, તેના ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાને લઈ.

નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ રાજકુમારના મૃત્યુ સાથે જોડાયેલા અનેક સવાલો અને અટકળો પર સંપૂર્ણ સ્પષ્ટતા મળી શકે છે.

ઘટના મુજબ, ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા રતનલાલ શંકરલાલ જાટે જણાવ્યું હતું કે, 2 માર્ચે તેઓ અને તેમના પુત્ર રાજકુમાર સાથે કેટલાક લોકોની મારમારની ઘટના બની હતી. ત્યારબાદ રાજકુમાર ગુમ થઈ ગયા હતા, જેના પગલે પોલીસ તપાસ શરુ કરી હતી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें