નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોળીવાળા ગામે જીવદયા પ્રેમીઓએ સરાહનીય માનવતા કામ કર્યું છે. ઈજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળેલા અજગરને ભાવિનભાઈ વસાવાએ નળી દ્વારા CPR આપી લગભગ 5–7 મિનિટની મહેનત બાદ ફરી જીવનદાન આપ્યું. ખેડૂતો દ્વારા સમયસર વનવિભાગ અને જીવદયા ટીમને જાણ કરાતા તાત્કાલિક રેસ્ક્યૂ હાથ ધરાયો હતો. બાદમાં વનવિભાગે અજગરને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કર્યો. અદ્ભુત બચાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દેડિયાપાડા: CPR થી બેભાન અજગરને નવજીવન — જીવદયા પ્રેમીઓની માનવતા સોશિયલ મીડિયા પર વાયરલ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
