વડોદરા: નિવૃત્ત પ્રોફેસર લગ્ન પ્રસંગે જયપુર ગયા દરમિયાન બંધ મકાનનું ઇન્ટરલોક તોડીને રૂ.2 લાખની ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરાના સનફાર્મા રોડ સ્થિત પ્રથમ એન્કલેવમાં રહેતા એમ.એસ. યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર જયેન્દ્ર શાહ જયપુર લગ્ન પ્રસંગે ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાં ચોરીનો બનાવ સર્જાયો હતો. પરત ફરતાં મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું અને ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો. ચોરોએ સોના-ચાંદીના દાગીના, ચાંદીની મૂર્તિઓ અને રૂ.25 હજાર રોકડ મળી કુલ રૂ.1.98 લાખની માલમત્તા ઉઠાવી લીધી. માનસિક આઘાતના કારણે પ્રોફેસરે પ્રથમ ફરિયાદ કરી ન હતી, પરંતુ સગા સંબંધીઓની સલાહ બાદ અટલાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવવા આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें