સુરત સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ થતા રાજકીય હલચલ મચી છે. પૂર્વ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અરવિંદ રાણાએ દબાણો દૂર કરવા અધિકારીઓને સૂચના આપી હતી, પરંતુ irony એવી કે કાર્યવાહી તેમની જ ભલામણથી ત્રણ વર્ષ પહેલા બનેલી ગેરકાયદે દીવાલથી શરૂ થઈ. DKM હોસ્પિટલ નજીક જાહેર રસ્તા પર ઉભી કરાયેલી આ દીવાલ પર મંગળવારે પાલિકાએ બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી દીધી. વર્ષોથી રાજકીય દબાણને કારણે અટકેલી કાર્યવાહી હવે ફરી ગતિ પકડી છે, જેના કારણે વિરોધ પક્ષે પણ આ મુદ્દે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
સુરત: ‘દબાણો દૂર કરો’ની માંગનો તરત જ અસર — MLAના ઘરની બાજુમાં ઉભેલી ગેરકાયદે દીવાલ પર પાલિકાનું બુલડોઝર
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
