અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગોળીબાર: 2નાં મોત, 8 વિદ્યાર્થીઓ-સ્ટાફ ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વોશિંગટન ડી.સી.: અમેરિકાના રોડ આઇલેન્ડ રાજ્યના પ્રોવિડેન્સ શહેરમાં આવેલી બ્રાઉન યુનિવર્સિટીમાં ફાઇનલ પરીક્ષા દરમિયાન અચાનક ગોળીબારની ઘટનાએ ચકચાર મચાવી છે. 13 ડિસેમ્બર 2025ના રોજ એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં એક અજાણ્યા શખ્સે ફાયરિંગ શરૂ કરતાં 2 લોકોના મોત થયા હતા અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ અને FBIની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બે કલાક સુધી યુનિવર્સિટી કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયરિંગ કરનાર શખ્સને બાદમાં ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ઘટનાને લઈ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें