સુરતમાં માનવતાને લજવનારી ઘટના: કુડસદમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો, નિષ્ઠુર માતાની શોધ શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત: સુરત જિલ્લાના કીમ પૂર્વ વિસ્તારમાં આવેલી કુડસદ ગામની સીમમાંથી એક હૃદયદ્રાવક અને માનવતાને શરમાવનારી ઘટના સામે આવી છે. અહીં સંગમ ઢાળ નજીક તાજું જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. લોકોની અવરજવરવાળા વિસ્તારમાં અજાણી વ્યક્તિએ શિશુને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં કીમ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસના અનુમાન મુજબ રાત્રિના અંધકારનો લાભ લઈ સામાજિક ભય અથવા અન્ય કારણોસર આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે. હાલ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી જવાબદાર સુધી પહોંચવામાં આવે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें